Corona Virus: ચીનની લુચ્ચાઈના કારણે વુહાનથી ભારતીયોની વાપસી પર તોળાઈ રહ્યું છે સંકટ!

કોરોના વાઈરસ નામના સંકટ સામે ઝઝૂમી રહેલું ચીન આવી મુશ્કેલ ઘડીમાં પણ ભારત સામે મુશ્કેલીઓ ઊભુ કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ ચીન વાયુસેનાના વિમાનને વુહાન જવાની મંજૂરી આપવામાં જાણી જોઈને વાર લગાડી રહ્યું છે. જેના કારણે વુહાનમાં ફસાયેલા ભારતીયો ખુબ પરેશાન છે. 

Corona Virus: ચીનની લુચ્ચાઈના કારણે વુહાનથી ભારતીયોની વાપસી પર તોળાઈ રહ્યું છે સંકટ!

નવી દિલ્હી: કોરોના વાઈરસ નામના સંકટ સામે ઝઝૂમી રહેલું ચીન આવી મુશ્કેલ ઘડીમાં પણ ભારત સામે મુશ્કેલીઓ ઊભુ કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ ચીન વાયુસેનાના વિમાનને વુહાન જવાની મંજૂરી આપવામાં જાણી જોઈને વાર લગાડી રહ્યું છે. જેના કારણે વુહાનમાં ફસાયેલા ભારતીયો ખુબ પરેશાન છે. 

ચીનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 2200થી વધુ લોકોના જીવ ગયા છે. વુહાનમાં સૌથી વધુ લોકો આ વાઈરસની ચપેટમાં આવ્યાં છે. એક રિપોર્ટ મુજબ વુહાનમાં અત્યાર સુધી 45,346 લોકો આ બીમારી સામે ઝઝૂમી રહ્યાં છે. વુહાનમાં કેટલાક ભારતીયો હજુ પણ ફસાયેલા છે. આ ભારતીયોને લાવવા માટે વાયુસેનાનું વિમાન સી-17 ગ્લોબમાસ્ટર ચીન જવાનું છે. પરંતુ ચીન જાણી જોઈને આ વિમાનને ઉડાણ ભરવાની મંજૂરી આપી રહ્યું નથી. 

હકીકતમાં આ વિમાન અહીંથી કોરોના વાઈરસની સારવાર માટે દવાઓ પણ લઈને આવશે અને વાપસી દરમિયાન વુહાનમાં ફસાયેલા ભારતીયોને લઈને પાછું ફરશે. પરંતુ ચીનના અડિંગાના કારણે આ ઓપરેશનમાં વિધ્ન આવી રહ્યું છે અને ભારતીયોની તત્કાળ વાપસી પર પ્રશ્નાર્થ ચિન્હ ઉઠી રહ્યો છે. 

રિપોર્ટ મુજબ C-17 ગ્લોબમાસ્ટર 20 ફેબ્રુઆરીના રોજ વુહાન માટે ઉડાણ ભરવાનું હતું. પરંતુ ચીન તરફથી મંજૂરી ન મળવાના કારણે તેમ બની શક્યું નહીં. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યાં મુજબ સૂત્રોના જણાવ્યાં મુજબ "ચીન જાણી જોઈને ભારતના વિમાનને મંજૂરી આપવામાં વાર કરી રહ્યું છે."

જુઓ LIVE TV

વિદેશ મંત્રાલયના જણાવ્યાં મુજબ આ વિમાન દ્વારા લગભગ 100 ભારતીયોને પાછા લાવવામાં આવશે. ભારત સરકારે વુહાનમાં ફસાયેલા ભારતીયોને કહ્યું છે કે જે પણ પાછા ફરવા માંગતા હોય તે ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે. અત્રે જણાવવાનું કે ઈન્ડિયા ચીનના વુહાનથી 640 ભારતીયોને વતન વાપસી કરાવી ચૂક્યું છે. 

આ બાજુ ચીને આ આરોપોને ફગાવી દીધા છે. નિવેદનમાં કહેવાયું છે કે તે ભારતના વિમાનને વુહાન આવવાની મંજૂરી આપવામાં વાર કરી રહ્યું છે. ચીને કહ્યું કે બંને દેશોના અધિકારીઓ તેના પર અંતિમ વાતચીત કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news